
સુરત શહેરમાં શ્રોતાઓ માણી શકે એવા સાહિત્યિક ગુણવત્તાના કાર્યક્રમો થોડા સમયથી ઓછા થઈ રહ્યા છે એવું સતત અનુભવાય છે.
એવા સમયે શહેરની માનવ- કલરવ સંસ્થા અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એ મળીને આ સુંદર બહુરંગ કાર્યક્રમનું આયોજન કર્યું છે.
નર્મદના જન્મદિવસે 24મી ઓગસ્ટ રવિવારે યોજનારા આ કાર્યક્રમમાં અમદાવાદથી કવિ શ્રી કૃષ્ણ દવે, વડોદરાથી કવિ ભરત ભટ્ટ, ડો. મુકુલ ચોકસી, કિરણસિંહ ચૌહાણ અને રઈશ મનીઆર ભાગ લેશે.
કવિ સંમેલન ઉપરાંત કાર્યક્રમમાં એક સુંદર નાટિકા પ્રસ્તુત થશે "મર્દ નામે નર્મદ" જેનું દિગ્દર્શન શ્રી ગીરીશ સોલંકી એ કર્યું છે. નર્મદની અમુક રચનાઓની પ્રસ્તુતિ યુવા ગાયક આદિત્ય નાયક અને સ્કોપાના વિદ્યાર્થીઓ કરશે.
કલરવ અને સાર્વજનિક સોસાયટીએ આ સમગ્ર શુદ્ધ સાત્વિક અને સાહિત્યિક કાર્યક્રમની રૂપરેખા બનાવવાનું અને સંકલન કરવાનું કામ મને સોંપ્યુ છે, તે બદલ હું એમનો આભારી છું.
કાર્યક્રમમાં પ્રવેશ માટે કોઈ પ્રવેશ ફી નથી. સહુ કોઈ સુરતવાસી રસિકો ઉપસ્થિત રહીને નર્મદનો વારસો જાળવે એ જ આકાંક્ષા છે.
મળીએ અને મિલન વધુ સુંદર બનાવીએ
આવો તમે તો સાંજને અવસર બનાવીએ
આ મધુરો અવસર આપની હાજરી વગર અધૂરો રહેશે
તારીખ 24 ઓગસ્ટ
સમય સાંજે 5:00 વાગ્યે
સ્થળ તારા મોતી હોલ, પીટી સાયન્સ કોલેજ, અઠવાલાઇન્સ, સુરત
Quick Information
Related Events


